Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આઝાદીના અમૃત વર્ષ પર્વે એસજીવીપી ગુરુકુલમાં

યોજાયેલ સુદર્શન મહા વિષ્ણુયાગ

        અમદાવાદ તા. ૨૯ ભારતની વૈદિક પરંપરામાં જુદા જુદા હેતુ માટે વિવિધ પ્રકારના યજ્ઞોનું વિધાન કરેલું છે. તેમાં જેમ સુવર્ણની દ્વારિકા નગરીનું ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું અભેદ સુરક્ષા કવચ હતું તે રીતે માનવ જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિમાં અનેક વિધ અનિષ્ટોથી રક્ષણ કરનાર એવા સુદર્શન યાગનું પણ  વિધાન કરવામાં આવેલ છે.તે અન્વયે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ, તેમજ ગુરુકુલમાં વસતા ઋષિકુમારો અને અન્ય વિદ્યાર્થીઓ -- સંતોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને યજ્ઞવલ્લભદાસજી સ્વામીની આગેવાની નીચે   તેમજ વેદાન્તાચાર્ય પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીના માર્ગદર્શન નીચે આઝાદીના અમૃત વર્ષ પર્વ 15  ઓગસ્ટના શુભ દિને જપ-અનુષ્ઠાન બાદ વૈદિક વિધિ સાથે જનમંગલ સ્તોત્ર અને સર્વમંગલ સ્તોત્રની નામાવલિથી ઘી, જવ તલ વગેરે હુતદ્રવ્યોની અગ્નિનારાયણને આહુતી આપી સુદર્શન યજ્ઞ કરવામાં આવ્યો હતો.   ----------------કનુભગત

 

(11:46 am IST)