Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગુવાર ગામે ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતા મહિલા અને 07 વર્ષની બાળકીનું મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ગુવાર ગામમાં વીજ વાયર તૂટી પડતાં એક મહિલા અને બાળકીને કરંટ લાગતા ઘટના સ્થળેજ બંને નું મોત થયું હતું
અડધો કલાક પહેલા બનેલી આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ હાલમાં તલુકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગુવાર ગામમાં અચાનક પરથી અચાનક વીજ વાયર તૂટી પડતાં નીચેથી પસાર થતા હિરાંબેન ભુરજી ભાઈ તડવી (૫૫વર્ષ) અને માનસી બેન અશોક ભાઈ તડવી (૭) વર્ષની બાળકીને કરંટ લાગતા બંનેનું સ્થળ પરથી પ્રાણ પંખેરું ઊડી ગયું હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા બાદ બંને નાં મૃતદેહોને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં લાવવા માટે તજવીજ હાથ ધરાઇ છે.
હવે આ ઘટના વીજ કંપનીની ભૂલના કારણે બની છે કે અન્ય કોઈ કારણે આ માસૂમ બાળકી અને મહિલાનો ભોગ લેવાયો છે એ બાબત સાચી તપાસ થાય તો બહાર આવશે હાલ તો ગ્રામજનો માં વીજ કંપની ની બેદરકારી બાબતે રોષ જોવા મળી રહ્યો છે.

(11:22 pm IST)