Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ :વડાલી પંથકમાં અચાનક પવન સાથે વરસાદ શરૂ

ખેડુતોમાં ખુશીનો માહોલ સાથે ગરમી અને બફારાથી રાહત મળતા નાગરિકો પણ ખુશ

 

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડાલી પંથકમાં અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગરમી અને બફારાથી રાહત મળતા નાગરિકો પણ ખુશ થયા હતા.

(12:32 am IST)