Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વિશાલખાડી ગામની સિમના ખેતરમાં ગયેલા 15 વર્ષીય બાળકને સાપ કરડતા સારવાર દરમ્યાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિશાલખાડી ગામની સીમના ખેતરમાં બાળકને સાપે ડંખ મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 મળતી માહિતી મુજબ દિનેશભાઈ કોટવાલભાઈ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા મુજબ તેમની પુત્ર જીતીન દિનેશભાઇ વસાવા( ઉ.વ.15)  ગત તારીખ 13 ઓગસ્ટએ સવારે 11 કલાકે પોતાના વિશાલખાડી વાળા ખેતરે ગયો હતો તે વખતે ત્યાં કોઈ ઝેરી સાપ જમણા પગે કરડી જતા તેને તત્કાલ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પીટલ ખાતે લાવતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:21 pm IST)