Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહેમદાવાદમાં KGN ગ્રુપ અને મહેમદાવાદ સેવા પરિવારના દ્વારા યોજાયેલી રક્તદાન શિબિરમાં 49 દાતાઓએ રક્તદાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 75 માં સ્વાતંત્ર  પર્વની ઉજવણી પ્રસંગે ખેડા જીલ્લાના મહેમદાવાદ શહેરમાં વ્હોરા સોસાયટી હોલમાં KGN ગ્રુપ અને મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા સ્વેચ્છીક  રક્તદાન શિબિર નું આયોજન DDMM હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ  GMCC એન્ડ R સોસાયટી ના સૌજન્ય થી કરવામાં આવ્યું હતું.  આઝાદીના આ પર્વને અનોખી રીતે ઉજવવામાં યુવાનોની આ એક પહેલને પ્રોત્સાહિત કરવા  કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
 આ પ્રસંગે સંત સત્યદાસજી મહારાજ ( સંતરામ મંદિર -નડિયાદ ), હાફિઝ મોહમ્મદ કાસીમ  સાહબ (પેશ ઇમામ -જામા મસ્જીદ ), ડૉ. ઈમ્તિયાઝ વહોરા (RMO સિવિલ હોસ્પિટલ ખેડા ), શીલાબેન વ્યાસ (પ્રમુખ - મહેમદાવાદ નગર પાલિકા ), ડૉ.નૈષધભાઈ  ભટ્ટ, કરીમ ભાઇ મલેક હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ની શરૂઆતમાં સંત શ્રી સત્યદાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રગટાવામાં આવ્યો હતો.ઉપસ્થિત તમામ મહાનુભાવો નું સન્માન સઈદભાઈ સૈયદ, રસુલભાઈ વ્હોરા, કાસમભાઈ વ્હોરા, સમીર મન્સૂરી, જરીનાબેન દ્વારા શાલ ઓઢાડી ને  કરવામાં આવ્યુ હતું.

મહેમદાવાદમાં KGN ગ્રુપ અને મહેમદાવાદ સેવા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ જેમાં કુલ 49 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મોટું યોગદાન મોન્ટુ વ્હોરા,સોહીલ વ્હોરા આકીબ વ્હોરા,સાજીદ સાજન,(મોટા ) સાકીર સૈયદ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો, KGN ગ્રુપ હંમેશા કોઈપણ જાત ના ભેદભાવ વગર  સેવાભાવી કાર્ય માં અગ્રેસર રહ્યુ છે,KGN  ગ્રુપ તરફથી કોરોના ના સમયમાં મફત ટિફિન સેવા પણ આપી છે.જેમાં મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો સુધી ઘરે ઘરે જઈ ને હોમ ડિલિવરી પુરી પાડેલ હતી.

 આયોજકો તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટૂંક સમયમાં મહેમદાવાદ માં તમામ ધર્મ ના લોકો ને સારી સારવાર મળી રહે તે માટે એક હોસ્પિટલ બનાવવા નું આયોજન છે.

(11:16 pm IST)