Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજપીપળા માછીવાડ ગેટ પાસે પાલિકાની 4 દુકાનોનું 6 લાખ રૂપિયા ભાડું બાકી પડતા દુકાનો શીલ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની પરિસ્થિતિ ઘણા વર્ષોથી આર્થિક નબળી છે ત્યારે અવાર નવાર નોટિસો આપવા છતાં બાકી વેરો કે ભાડાની દુકાનોનું ભાડું ન ભરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે.જેમાં આજરોજ પણ માછીવાડ ગેટ પાસેની પાલીકાની દુકાનોમાં લાખો રૂપિયા ભાડું ન ભરનાર દુકાનદારો સામે પાલિકાના મુખ્ય અધિકારી રાહુદેવ ઢોડીયા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરી ચાર દુકાનોને શીલ મરાતાં અન્યો માં ફફડાટ ફેલાયો છે.

 રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયાના જણાવ્યા મુજબ માછીવાડ ગેટ પાસે આવેલી માછીવાડ શોપિંગ સેન્ટર પરની દુકાન નંબર 06 પાલિકાની માલિકીની દુકાન હોય જે ભાડાપટ્ટે આપવામાં આવેલ પરંતુ હરાજી તથા ભાડાપટ્ટાની શરત નો ભંગ થતા પાલીકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી છતાં ચાર દુકાનોનું બાકી ભાડું લગભગ રૂપિયા 06 લાખ થતું હોવા છતાં સમય મર્યાદામાં ભરપાઈ ન કરતા મુખ્ય અધિકારી રાહુદેવ ના આદેશ મુજબ પાલીકા ટીમે આ દુકાનો શીલ કરી દેતા અન્ય બકીદારો માં ફફડાટ જોવા મળ્યો હતો.
 મુખ્ય અધિકારી રાહુદેવ ઢોડિયાએ વધુમાં જણાવ્યું કે કાળાઘોડા સર્કલ પર આવેલા પાલિકાના શોપિંગ સેન્ટરમાં પણ કેટલીક દુકાનોના ભાડા બાકી પડે છે ત્યાં પણ આજ રીતે ટૂંક સમયમાં કડક કાર્યવાહી અમે કરીશું

(11:10 pm IST)