Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

બનેવીએ વૃધ્ધ અને સાળાનું અપહરણ કરી માર માર્યો

જમીનના પૈસાની બાબતે વિવાદ : આરોપીએ બન્નેને મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ

અમદાવાદ , તા.૧૭ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા વૃદ્ધ અને તેમના સાળાએ જમીનના પૈસાની બાબતે બનેવી સહિત પાંચ લોકો સામે ગાંધીનગર પોલીસમાં અરજી કરી હતી. જેની અદાવત રાખીને બનેવીએ વૃદ્ધ અને તેમના સાળાનું કારમાં અપહરણ કરીને ગાંધીનગર લઈ જઈ ગોંધીને રાખીને માર માર્યો હતો અને અરજી પાછી ખેંચી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અંગે વૃદ્ધે નરોડા પોલીસ સ્ટેશનમાં બનેવી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નરોડાના વસંતવિહાર સોસાયટીમાં ૬૫ વર્ષીય હસમુખ પટેલ પરિવાર સાથે રહે છે. ગાંધીનગરના હદમિયાત ગામ નજીક હસમુખભાઈની કેટલીક જમીન આવેલી હતી.

જે વેચવા માટે બનેવી ચંદ્રકાંત અને સાળા અભિષેક અને રાજેન્દ્ર પટેલે વાત કરી હતી. ત્યારબાદ તેમના સાળાઓ અને પત્ની ૨૦૧૬માં રાજેન્દ્ર પટેલના મિત્ર ઘનશ્યામ પટેલના નામે બાનાખત કરી ત્રણેયને રૂ. લાખનો ચેક આપ્યો હતો. રાજેન્દ્રના કહેવાથી ઘનશ્યામના દીકરા ગુંજન અને બ્રિજેશ બનાવી દીધા હોવા છતાં જમીનના બાકી નીકળતા રૂપિયા તે લોકોએ આપ્યા હતા.

હસમુખભાઈ તેમના સાળા અભિષેક સાથે અવાર નવાર પૈસાની ઉઘરાણીએ જતા હતા. જો કે, ગત વર્ષ ૨૦૧૭-૧૮માં હસમુખભાઈના ઘરે ઈક્નમટેક્સની વખત નોટિસ આવી છતાં પૈસા મળતાં સાળા અભિષેકે ગાંધીનગર સેક્ટર- પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. દરમિયાન શનિવારે હસમુખભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમના બનેવી ચંદ્રકાંત અને ભાણીયો પ્રેરક આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તમારા સાળાએ ગાંધીનગરમાં અમારા વિરુદ્ધમાં અરજી કરી છે તેમ કહી મારઝુડ કરીને હસમુખભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. તેમજ તેમના સાળાને પણ મળવા બોલાવીને તેને પણ ઉપાડી ગયા હતા અને ગાંધીનગર ખાતે એક ઘરમાં લઈ જઈને ગોંધી રાખ્યા હતા.

હસમુખભાઈની પત્નીને અંગેની જાણ થતાં તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. દરમિયાન બનેવી સહિત પાંચ શખ્સોને પોલીસને ઘટનાની જાણ થઈ હોવાનું જાણવા મળતા તેમણે હસમુખભાઈ અને તેમના સાળાને કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને છોડી દીધા હતા. હાલ સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસે બનેવી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

(8:06 pm IST)