Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જગન્નાથ મંદિર ખાતે અંબાજીનાં પ્રખ્યાત ચુંદડીવાળા માતાજીની પ્રતિમાની સ્થાપના

મહંત દિલિપદાસજી મહારાજનાં સાનિધ્યમાં પુજાપાઠ કરી ચુંદડીવાળા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

અમદાવાદ :જગન્નાથ મંદિર ખાતે અંબાજીનાં પ્રખ્યાત ચુંદડીવાળા માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સોમવારે ચુંદડીવાળા માતાજીના 93મા જન્મદિવસ પ્રસંગે તેમની પ્રતિમા તેમની જ સમાધી ઉપર બેસાડી અમદાવાદ જગન્નાથ મંદિરનાં મહંતશ્રી દિલિપદાસજી મહારાજનાં સાનિધ્યમાં પુજાપાઠ કરી ચુંદડીવાળા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

જગન્નાથજી મંદિરના મહારાજ દિલિપદાસજીએ જણાવ્યું હતું કે, ‘ચુંદડીવાળા માતાજી એક અલૌકીક સંત હતા. તેમને અનેક લોકોનાં દુ:ખ દર્દ દૂર કર્યા છે અને જ્યારે તેઓ બ્રહ્મલીન થયાં છે ત્યારે ભક્તોને તેમના આશીર્વાદ મુર્તિ સ્વરૂપે સદાય મળતાં રહે અને ભક્તોને પણ ચુંદડીવાળા માતાજીની પ્રતિમાનાં દર્શન કરી સંતોષની લાગણી વ્યક્ત થાય તેવાં શુભ આશ્રયથી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

ભારતના અનેક તબીબોએ તેમના પર રિસર્ચ કર્યું છે. ડોક્ટરોએ 2003 અને 2005માં રિસર્ચ થયું હતું. અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીરે તેમના વિશે કહ્યુ હતું કે, તેમનું શરીરની કોઈ કાયાકલ્પ થયેલ છે. તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓને ભોજનની જરૂરત નથી પડતી. અમે ઘણા દિવસ સુધી તેમનું અવલોકન કર્યું હતું. ક-એક સેકન્ડનો વીડિયો પણ લીધો હતો. તેઓએ કંઈ ખાધું નથી, કઈ કીધું નહીં, ના પેશાબ ગયા અને ના શૌચાલય ગયા. 30 ડોક્ટરોની એક ટીમ દ્વારા અલગ-અલગ તબીબો દ્વારા તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કેમની હૃદય અને મગજની ક્રિયાઓને અલગ અલગ રીતે માપવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે એક કેમેરો તેમની સાથે સાથે ચાલતો. જોકે, તબીબોએ પણ તેમના અન્નજળ ત્યાગનો દાવો આખરે સાચો માન્યો હતો.

(6:44 pm IST)