Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી લોકોમાં ભય ફેલાવનાર મહાકાય મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દેખાઈ દેતા લોકોમાં ફફડાટ હતો અંદાજિત 10 ફૂટથી વધુના મહાકાય મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો

વડોદરાના કારેલીબાગ કાસમવાલા કબ્રસ્તાન નજીકની ઘટના છે વન વિભાગ તેમજ ખાનગી સંસ્થાની ટિમ દ્વારા મગરનો રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક કાઉન્સિલરની રજુઆતને ધ્યાનમાં રાખી મગરનો રેસ્ક્યુ કરવા માટે પીંજરું મુકવામાં આવ્યું હતું જેમાં મગર આવી ગયો હતો પરંતુ જ્યાં પીંજરું મુકવામાં આવ્યું હતું ત્યાંથી પીંજરું બહાર નીકળી શક્યું ના હતું જેથી ક્રેઇનની મદદ લેવામાં આવી હતી આગાઉ મગર દ્વારા ગાય, બકરી તેમજ ભૂંડનું મારણ કરવામાં આવ્યું હતું જેને લઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ હતો વન વિભાગ અને ખાનગી સંસ્થા દ્વારા મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જેને જોવા લોક ટોળા એકત્ર થયા હતા.

(6:08 pm IST)