Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સુરતમાં હલકી કક્ષાના હીરા પર સર્ટિફિકેટમાં દર્શાવેલ નંબર પાડી છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : ફાજલ જીઆઈએ સર્ટીફીકેટના આધારે હલકી કક્ષાના હીરા પર સર્ટીફીકેટમાં દર્શાવેલો નંબર પાડી સર્ટીફીકેટ સાથે વેચતા હીરા વેપારીને મહિધરપુરા હીરાબજારમાંથી ઝડપી લઈ લેસર મશીન સહિત રૂ.11.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસ સૂત્રો મુજબ મળેલી બાતમીના આધારે મહિધરપુરા પોલીસે ગત શનિવારે મધરાત બાદ મહિધરપુરા હીરાબજાર થોભા શેરીમાંથી હીરા વેપારી-દલાલ ધર્મેશ વિસાભાઇ પટેલ ( ઉ.વ.43, રહે. ઘર નં.406, શાલિન એપાર્ટમેન્ટ, હરીભાઇ વાઘજીની ખડકી, કતારગામ જુના પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત. મુળ વતન ગમાનપુરા, જી. મહેસાણા ) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી તેમજ તેની ઓફિસમાંથી જીઆઈએ ( જેમોલોજીક્લ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા ) સર્ટીફીકેટ સાથેના રૂ.6.05 લાખના પાંચ હીરા, જીઆઈએના 19 સર્ટીફીકેટ, રૂ.5 લાખની કિંમતનું સર્ટીફીકેટ મુજબના હીરા ઉપર નંબર પાડતું લેસર મશીન, કોમ્પ્યુટર, સીપીયુ, કેમિકલ, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પાસેથી મળેલા હીરા લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)