Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગાંધીનગરના જુદા જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 41 હજારની રોકડ સાથે 16શકુનિઓની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે સાંતેજ પોલીસે બાતમીના આધારે નાંદોલી ગામમાં મંદિર બહાર ઓટલા ઉપર જુગાર રમતાં નાંદોલી ગામના ઈશ્વરજી કાનાજી ઠાકોરરાધુજી જુહાજી ઠાકોરધર્મેશજી ગાભુજી ઠાકોરરમેશજી ચંદુજી ઠાકોરઅમરતજી ઈશ્વરજી ઠાકોરરાજુજી પ્રહલાદજી ઠાકોર અને મેલાજી બોઘાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી લીધા હતા જેમની પાસેથી ર૭૪૭૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. તો બીજી બાજુ પેથાપુર પોલીસ ટીમે બાતમીના આધારે રાંધેજાની સીમમાં કાણીયું તળાવની બાજુમાં જુગાર રમતાં લાલાજી ભવાનજી ઠાકોરભરતભાઈ નટવરભાઈ પરમારરાજેશ કનુભાઈ ઠાકોરરમેશજી વરવાજી ઠાકોર અને અરવિંદભાઈ સોમાભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી લઈ તેમની પાસેથી ૫૧૫૦ની રોકડ કબજે કરીને જુગાર ધારા ઉપરાંત કોરોના કાળમાં એકઠા થવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ નોંધ્યો હતો. તો કલોલ તાલુકા પોલીસ પેટ્રોલીીંગમાં હતી તે દરમ્યાન છત્રાલ ગામની સીમમાં તલાવડીવાળા નેળીયાની પાછળ જુગાર રમતાં છત્રાલના મહેશજી જવાનજી ઠાકોરઅરવીંદ કાળાભાઈ રાવળસતપાલસિંહ કાલુસિંહ સરદાર તેમજ કલોલ ઈસંડના ટીનાજી આત્મારામ ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૦૨૯૦ની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:03 pm IST)