Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાબરકાંઠા જીલ્લાના ઇડરના વસાઇ પંથકમાં ચંદનના ઝાડવાની ચોરી કરનાર 8 શખ્‍સોની ધરપકડઃ 6 શખ્‍સોની શોધખોળ

વારંવાર ચંદનના વૃક્ષોની ચોરીથી સ્‍થાનિક લોકો પરેશાન

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરના વસાઈ પંથકમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા ચંદનના સુગંધિત વૃક્ષોની ચોરી કરતી ગેંગના ઝડપાઈ છે.જિલ્લા પોલીસે ગેંગમાં મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં પ્રાકૃતિક રીતે ઉછરતા સુગંધિત ચંદનના ઝાડની તસ્કરી થતી હતી જેને લઈ ઇડર પંથકના સ્થાનિકો પરેશાન બન્યા હતા. ઈડરના વસાઈ ગામ અને આજુબાજુના પંથકમાં ઉછરેલા કુદરતી સુગંધીદાર ચંદનની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા છે. ચંદનની ચોરી દિવસે દિવસે વધતી હોવાને લઇ પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર આરોપીઓ પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પોલીસને ચંદન ચોર પકડવામાં સફળતા મળી છે. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચંદન ચોરી કરતા 14 આરોપીઓ પૈકી આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

ઇડરના વસાઈ પંથકમા રાત્રી દરમિયાન કુદરતી સુગંધિત ચંદનના ઝાડની તસ્કરી કરતા આરોપીઓ બેફામ બન્યા હતા અને દિવસે દિવસે ચંદન ઝાડની ચોરી થતી રહેતી હતી જેની ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઇડર પોલીસ મથકમાં નોંધાયેલા 11 ગુનાઓની તો આરોપીઓએ કબૂલાત કરી લીધી છે સાથે જ વધુ પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા ચંદન ચોરોએ અલગ અલગ 21 જેટલા ગુન્હા કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 119 કિલોગ્રામ સુગંધિત ચંદન રિકવર કર્યું છે. 7 લાખ 14 હજારના ચંદનના લાકડા સહિત 9 લાખ 7 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. તો 21 ગુનામાં 49 જેટલા ચંદનના ઝાડ આ ગેંગે ચોરી કર્યા છે.

એક તરફ ચંદનની ચોરીને લઈ સ્થાનિકો પરેશાન બન્યા હતા તો બીજી તરફ આરોપીઓ સ્થાનિકોને ત્યાં ખેતમજૂર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું હતુ.

પકડાયેલ આરોપીઓ.

1.ચુનીલાલ ભેરૂલાલ મોહનલાલ ગામેતી. રહે. સાંદર ગામ, પોસ્ટ-પડાવલી કલ્લાતા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન)

2.ગોપારામ ઉર્ફે ગોપીલાલ ધર્મારામ ગંગારામ ખોખરીયા ઉ.વ.૨૬ રહે. નીચલી સાંદર, સાંદર ગામ, પોસ્ટ-પડાવલી કલ્લા, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન).

3.પ્યારેચંદ હીરાલાલ વક્તાજી ગામેતી ઉ.વ.૨૦ રહે.નાલ(મોકી), તા.ગોગુન્દા, થાણા-ગોગુન્દા, જી.ઉદયપુર (રાજસ્થાન)

4.ગણેશ ભુરારામ પિતોબા ખરાડી ઉ.વ.૩૩ રહે. માલાવડી, કચ્ચાકેલા ફળા, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન).

5.કાંન્તિલાલ ખેતાજી લાલાજી ગમાર ઉ.વ.૩૦ રહે. માંડવા,થાના-પાનરવા, તા.ઝાડોલ, થાણા-પાનરવા, જી.ઉદયપુર (રાજસ્થાન)

6.સોમાજી નાનજીભાઇ બેરાજી સુવેરા ઉ.વ.૫૦ મુળ રહે.આંબા,તા-ઝાડોલ,જી-ઉદેપુર, રાજસ્થાન હાલ રહે-દીલીપભાઇ દેસાઇના કુવા ઉપર, વસાઇ, તા. ઇડર, જી.સાબરકાંઠા.

7.મોહમદઅસલમ હાજીઅહેમદબક્ષ કરીમબક્ષ શેખ ઉ.વ.૪૩,હાલ રહે. ૩૨, ગનગૌર કોમ્પલેક્ષ, મલા તલાઇ, ૮૦ ફીટ, થાણા-અંબામાતા, જી.ઉદયપુર, મુળ રહે- બોરવડી, કહરવાડી, જાકીરા હુસેન માર્ગ, ઉદેપુર  (રાજસ્થાન).

8.વર્ષાબેન સોમાજી નાનજીભાઇ સુવેરા ઉ.વ.૪૫ મુળ રહે.આંબા, તા-ઝાડોલ,જી-ઉદેપુર, રાજસ્થાન હાલ રહે-દીલીપભાઇ દેસાઇના કુવા ઉપર, વસાઇ, તા. ઇડર, જી.સાબરકાંઠા

આ આરોપીઓ હજુ ફરાર

1.નરેશ ભેરૂલાલ મોહનલાલ ગામેતી રહે.પડાવલી ફલા, સાંદર ગામ, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન)

2.ઉદેલાલ ઉર્ફે ઉદીયો ભેરૂલાલ મોહનલાલ ગામેતી રહે.પડાવલી ફલા, સાંદર ગામ, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન).

3.કૈલાસ અંબાલાલ ઉર્ફે અંબારામ ગામેતી રહે-મૌખી. તા-ગોગુન્દા, જી.ઉદયપુર (રાજસ્થાન).

4.પ્રકાશ અમરા ગામેતી રહે-નાલ, તા-ગોગુન્દા, જી. ઉદયપુર (રાજસ્થાન).

5.રોશન ભમરૂ ઉર્ફે ભવરલાલ ગામેતી રહે-વાંસખેડા, ખેડા ફળો, ગોગુન્દા, થાણા-ઓગના, જી-ઉદેપુર.

6.હિરાલાલ સાંપારામ ગામેતી રહે- વાંસખેડા, ખેડા ફળો, ગોગુન્દા,થાણા-ઓગના,જી-ઉદેપુર.

(5:27 pm IST)