Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દિલ્હી-મુંબઇ કોરીડોરનું ગુજરાતનું કામ પૂર્ણતાના આરે, રાજ્યને ફાટકમુકત બનાવાશે : નીતિન પટેલ

પાલનપુર-ધાનેરા ઓવરબ્રિજનું ઓનલાઇન ઉદ્દઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી

રાજકોટ,તા. ૧૭: નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ'ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસકામોમાં ઉત્ત્।રોત્ત્।ર વધારો કરીને ફાટકમુકત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે અને રાજયભરમાં વિકાસ કામોનું આયોજન કર્યું છે. રાજયમાં નિર્માણ પામી રહેલા દિલ્હી-મુંબઇ ડેડિકેટેડ ફેઇટ કોરિડોર ઉપર ૬૦ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે તે પૈકી ૧૦ ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું છે અને ૫૦ રેલ્વે ઓવરબ્રીજના કામો પ્રગતિ હેઠળ છે.

આજે ગાંધીનગર ખાતેથી રૂ. ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર – માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે નાગરિકોના સમય, ઇંધણની બચત સાથે સલામત મુસાફરી મળી રહે એ આશયથી ફાટકમુકત ગુજરાતના નિર્માણનું સપનું જોયું છે એને સત્વરે પૂર્ણ કરાશે. રાજયના શહેરો, નગરો, હાઇવે પર રેલ્વે ઓવરબ્રીજના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ બંને ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.

તેમણે ઉમેર્યું કે, રાજયમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે થઇ રહ્યો છે તેને ધ્યાને લઇને વિકાસકામો, માર્ગોની સુવિધાઓનું નિર્માણ કરવું એ અમારી પ્રાથમિકતા છે અને એ મુજબ ગુણવત્ત્।ાલક્ષી કામોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.  રાજયમાં માર્ગ વિકાસના પરિણામે ખેડૂતોની જમીનના ભાવો પણ વધ્યા છે.

તેમણે ઉમેર્યું કે, દિલ્હી-મુંબઇ કોરિડોર કે જેનો ૫૮૮ કિ.મી.નો વિસ્તાર ગુજરાતમાંથી પસાર થાય છે તેના કામો પણ પૂર્ણતાના આરે છે. જેના પરિણામે દેશનું આર્થિકતંત્ર વધુ વેગવાન બનશે. વડાપ્રધાનશ્રીનું આત્મનિર્ભર ભારતનું સપનું પણ આજે સાકાર થઇ રહ્યું છે. તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન આજે દેશમાં થઇ રહ્યું છે. જેની આયાત-નિકાસ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાતના બંદરો પરથી ઉત્ત્।ર ભારતના મોટાભાગના માલ-સામાનની નિકાસ થાય છે એને ધ્યાને રાખીને માર્ગ વિકાસના કામોને વધુને વધુ ગુણવત્ત્।ાલક્ષી બનાવવાનું રાજય સરકારનું આયોજન છે. જેના પરિણામે યાતાયાતની સુદૃઢ સુવિધાઓ થકી રોજગારીનું પ્રમાણ પણ વધશે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ન થયા હોય તેવા માર્ગ વિકાસના કામો અમારી સરકાર કરી રહી છે. જેના પરિણામે રાજયના નાગરિકોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા બનાવવા માટે મોટાભાગના ગામડાઓને આવરી લેવાયા છે. જેના લીધે ગ્રામ્યસ્તરે પણ પરિવહન સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે માર્ગ-મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવા અને મુખ્ય ઇજનેર શ્રી પટેલીયા પણ જોડાયા હતા.

(3:45 pm IST)