Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દેશ આઝાદ થયો તે જ દિવસથી હવે કેદીઓને જૂની પુરાણી પદ્ધતિથી આઝાદી મળી, દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં નવતર પ્રયોગઃ ડો.કે.એલ.એન.રાવ

કેદીઓ જેલમાં રહી પેરોલ અને ફર્લો માટેની અરજીઓ સાબરમતી જેલમાં ખાસ ઊભા થયેલ ઇ-ડેસ્ક દ્વારા કરી શકશે, વાત અહીથી અટકતી નથી પોતાની અરજીઓની છેલ્લી સ્થિતિની માહિતી જાણવા માટે ઇ-મેઇલ સુવિધા પણ મળશે : હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથજીના હસ્તે પ્રારંભ થયેલ ખાસ સુવિધાઓ અંગે ગુજરાતના સિનિયર આઇપીએસ અને એડી. ડીજી લેવલના જેલવડા સાથે અકિલાની વાતચીત

 રાજકોટ તા. ૧૬,  ગુજરાતના જેલ તંત્રના ઇતિહાસમાં આજ પહેલાં ક્યારેય ન થાય હોય તેવા નિર્ણયો લેવાની શૃંખલા આગળ વધી રહી છે, જેલમાં બંધ કેદીઓ દ્વારા પોતાના પેરોલ અને ફરલો પર છૂટવા અંગેની લાંબી પ્રોસીજરમાંથી મુકિત મેળવવા સાથે પોતાની અરજી અંગે શું કાર્યવાહી કરવામાં આવી ? હાલ કયા તબક્કે આ અરજી પેંડિંગ છે તેની અપ ટુ ડેટ માહિતીથી આવા અરજદાર કેદીઓ જૂની પરંપરામાંથી આઝાદ થઇ શકે તેવો અવસર દેશની સ્વતંત્ર થયો તેજ  દિવસે ઉજવણી કરવામાં આવી તેમ ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

 અત્યાર સુધી જૂની પુરાણી પરંપરા મુજબ હાથે લખેલી અરજીઓ કરવી પડતી અને આવી અરજીઓ અદાલત સુધી પહોંચી અને હાલ કયા તબક્કે આ અરજીની કાર્યવાહી પહોંચી છે તે જાણવા કેદીઓ ઉત્સુક અને આતુર રહેતા હતા. નવી પરંપરા મુજબ આવા જેલમાં બંધ અરજદારો જેલના પ્રાંગણમાં ખાસ ઊભા કરાયેલ ઇ ફાઈલિંગ રૂમ દ્વારા પોતાની પેરોલ અને ફરલોની અરજી કરી શકશે, સાબરમતી જેલ ખાતે ઊભી થયેલ વિશેષ સેવાઓ માટે ગુજરાતના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથજીના હસ્તે આ નવી સેવાઓ નો કેદીઓ અને કેદીઓની ખુશાલી વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટુંકમાં કેદીઓ હવે બધી બાબતોથી વાકેફ થઇ શકશે.

  આદરણીય ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ દ્વારા હાલના ડિજિટલ યુગમાં કેદીઓ કે જેઓને બહારની દુનિયામાં શું ચાલી રહ્યુ છે તેનાથી પૂરી રીતે વાકેફ નથી, તેઓને પણ ડિજિટલ યુગનો લાભ મળે તે માટે આ પદ્ધતિ ખૂબ આવશ્યક બની રહેશે. 

  અત્રે યાદ રહે કે કેદીઓને જેલમાં ઇ મેઇલ સુવિધા પણ આપવામાં આવશે જેથી તે દ્વારા કેશ, અરજી બાબતે તેવો તેના માધ્યમ દ્વારા લાસ્ટ સ્ટેટસની માહિતી મેળવી શકે.

(11:26 am IST)