Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજયમાં આગામી 18-20 ઑગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા : સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નથી

આગામી 17 તારીખથી ફરી ચોમાસું સક્રિય થશે :કેટલાક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે

અમદાવાદ :  રાજયમાં છેલ્લા વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે કે, આગામી 17 તારીખથી ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. કેટલાક જિલ્લામાં આ વરસાદ વરસશે અને તે પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જોકે, 18-20 ઑગસ્ટ કેટલાક ઠેકાણે ભારે વરસાદ પણ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજયમાં આગામી 18-20 ઑગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર કચ્છ ઇને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

હવામાન વિભાગની આગાહી કરી તે પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોએ વરસાદ માટે રાહ જોવી પડી શકે તેમ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, સરકારે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં આજની તારીખમાં 48 ટકા વરસાદની ઘટની છે. રાજ્યમાં એવરેજ 250 મિલિમીટર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં તો વરસાદની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોએ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જોકે, સરકારે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

(9:31 am IST)