Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદ એરપોર્ટ પાસેની હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : બે દલાલની ધરપકડ

હોટલમાં ગ્રાહકોને બોલાવી ફોટા બતાવી સર્વિસ અપાતી : પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટ ઝડપ્યું : તાનિયા નામની મહિલા લેતી હતી કમિશન

અમદાવાદ : અમદાવાદ પોલીસે એરપોર્ટ પાસેથી એક હોટલમાં ચાલતો કૂંટણખાનું ઝડપી પાડ્યો છે. પોલીસે આ રેકેટમાં બે દલાલોની ધરપકડ પણ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, હોટલમાં ગ્રાહકોને બોલાવી તેમને ફોટો બતાવી સર્વિસ આપવામાં આવતી હતી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ પાસે એક સેક્સ રેકેટનું પોલીસે પર્દાફાશ કર્યું છે. આ રેકેટને રંગે હાથે ઝડપી પાડવા માટે પોલીસ ડમી ગ્રાહક મોકલ્યો હતો અને ત્યારબાદ હોટેલમાં રેડ કરી હતી. જ્યા ગ્રાહકને મેનેજર તેના મોબાઈલમાં યુવતીઓની તસવીરો બતાવીને તેમની કિંમત જણાવતો હતો. આ હોટલમાં યુવતીઓને મોકલનારી તાનીયા નામની મહિલા કમિશન લેતી હતી. પોલીસને આ મામલે બાતમી મળી હતી. જેથી પોલીસે આ આરોપીની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ટ્રેપ ગોઠવી હતી.

પોલીસ વેશપલટો કરાવી ડમી ગ્રાહક મોકલી બે દલાલ પાસે પહોંચ્યા હતા. આ દલાલો પોલીસને ગ્રાહક સમજીને હોટલમાં લઇ ગયા અને મેનેજર સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક બનેલી વ્યક્તિને મેનેજરે યુવતીની તસવીરો બતાવી હતી. ત્યારબાદ તેઓએ તેની કિંમત પણ કીધી હતી.

પોલીસે અંતે પોતાની ઓળખ આપીને સેક્સ રેકેટ ચલાવતા તમામ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસે હોટલના રૂમ ચેક કર્યા તો તેમાં તે જ યુવતીઓ મળી આવી હતી જે ફોટોમાં બતાવી હતી. જેથી પોલીસે ટ્રેપ ગોઠવીને તમામ આરોપીઓની અટકાયત કરી હતી. સાથે હોટલના માલિકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે.

(11:54 pm IST)