Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સિસોદ્રા ગામમાં જુગાર રમતા 5 શખ્સોને રૂપિયા 12,930ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા : ત્રણ વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસે બાતમીના આધારે નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં ચાલતા જુગાર પર છાપો મારતા ત્યાં જુગાર રમતા 05 ને રોકડા સહિતના મુદામાલ આઠે ઝડપી લીધા હતાં અન્ય ત્રણ નાસી છૂટ્યા હતા.

  પ્રાપ્ત વિગતો મુજબ આમલેથા પોલીસે સિસોદ્રા ગામમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા જિગ્નેશભાઇ ઉર્ફે જીગો ઘનશ્યામભાઇ વસાવા (૨)  શ્રવણભાઇ શૈલેષભાઇ વસાવા (૩) ભુપિનભાઇ મહેશભાઇ વસાવા (૪) ચંદ્રકાંતભાઇ બચુભાઇ વસાવા તથા (૫)રાજેશભાઇ પુનિયાભાઇ વસાવા(રહે, સિસોદરા,નવી નગરી તા-નાંદોદ)ને અંગ ઝડતી ના કૂલ રૂપીયા- ૫૬૫૦  તથા દાવ ઉપર ના કૂલ રૂપીયા- ૫૨૮૦ તથા મોબાઇલ નંગ -૦૩ કિંમત રૂ. ૨,૦૦૦ મળી કુલ રૂપીયા ૧૨,૯૩૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે નિતેશભાઇ રમેશભાઇ વસાવા (૨) દિનેશભાઇ મનસુખભાઇ વસાવા અને કિશન ભાઇ  રાજુભાઇ વસાવા( ત્રણેય રહે.સિસોદરા ,નવી નગરી તા-નાંદોદ )નાઓ રેડ દરમિયાન નાસી જતા ત્રણેય ને વોન્ટેડ જાહેર કર્યા છે.

(10:42 pm IST)