Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજપીપળા એપીએચ રોડ પર ટેમ્પોએ મોટરસાઇકલને ટક્કર મારી એકને ગંભીર ઇજાઓ કરતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા છોટુપુરાણી સુકલની સામે ટેમ્પો એ બાઇકને ટક્કર મારતા એકને ગંભીર ઇજાઓ થતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

 મળતી માહિતી મુજબ ધનજીભાઇ મનસુખભાઇ વસાવા (રહે-ચોપડી,તા-ડેડીયાપાડા જી-નર્મદા) ની ફરીયાદ અનુસાર તા.15 ઓગસ્ટ એ સાંજે 7.00 કલાકે તેઓ તેમના બનેવી વિજયભાઇ રાવલીયાભાઇ વસાવા સાથે વિજયભાઇની મોટર સાયકલ નં GJ 22. M 8644 ની ઉપર પાછળ બેસીને માંગરોલ ગામે મજુરી કામ કરી ઝરવાણી ગામે જતા હતા તે વખતે એક આઇસર ટેમ્પા નં. GJ 19 X 7994 ના ચાલાકે પોતાનો ટેમ્પો પુરઝડપે ચલાવી લાવી વિજભાઇની મો.સા.સાથે એક્સીડન્ટ કરતા વિજયભાઇને માથામાં ગંભીર ઇજા તેમજ જમણા હાથે ફેક્ચર કરી હાથ પર ગંભીર ઇજાઓ કરતા રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:39 pm IST)