Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા 14

જુગારીઓને રૂ.૧,૫૦,૪૦૦ ના મુદામાલ સાથે LCB એ ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં જુગાર રમતા 14 શખ્શોને  મુદામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.

  મળતી માહિતી મુજબ નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ની કડક સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના માંગરોલ ગામની સીમમાં ખુલ્લામાં કેટલાંક લોકો જુગાર રમેં છે તે બાતમીના આધારે ત્યાં રેઇડ કરતા 14 શખ્સોમાં ચેતનભાઇ લક્ષ્મણ ભાઇ તડવી,મહેશભાઇ મણીલાલ તડવી, કુશાંગભાઇ રમણભાઇ તડવી, કૌશિકભાઇ રામુભાઇ તડવી, નરેંદ્રસિંહ પ્રવિણ સિંહ ગોહિલ(તમામ રહે.જુના રામપરા તા. નાંદોદ)  પ્રવિણભાઇ પબાભાઇ વસાવા, વનરાજસિંહ જશવંતસિંહ ગોહિલ,રામાનંદ કાલીદાસ તડવી,જયેંદ્રસિંહ જશવંતસિંહ ગોહિલ (તમામ રહે . નવા રામપરા તા.નાંદોદ) ,રમેશભાઇ શનાભાઇ તડવી, લક્ષ્મણ ભાઇ મેલાભાઇ તડવી( રહે. માંગરોલ તા.નાંદોદ) મનહર સિંહ અજબસિંહ માંગરોલા, પ્રદિપસિંહ જીતસિંહ અંબાલીયા( તમામ રહે. રહે.માંગરોલ તા.નાંદોદ) તથા ધર્મેશભાઇ હિંમત ભાઇ વસાવા( રહે.સિંધીવાડ રાજપીપલા) ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૭,૯૦૦ મોબાઇલ નંગ -૯ કિ.રૂ. ૧૭,૫૦૦  મોટર સાયકલ -૬ કિ.રૂ. ૧,૧૫,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૫૦,૪૦૦-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી માટે રાજપીપળા પોલીસને સોંપવામાં આવ્યા છે.

(10:36 pm IST)