Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજપીપળાના વિહાર મોદીએ વિદેશમાં વ્યવસાય ક્ષેત્રે ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફ થી નોમિનેટ થઈ ગૌરવ વધાર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના વતની અને છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદી એ વિદેશી ધરતી પર પોતાની મહેનત અને આવડત થી ડંકો વગાડી ભારત દેશનું નામ રોશન કર્યું છે.
  રજવાડી નગરી રાજપીપળા શહેર નું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ વિશ્વભરમાં પહોંચ્યું છે ત્યારે રાજપીપળાના યુવાન વિહાર મોદીએ રાજપીપળાથી શાળા પુરી કર્યા બાદ અન્ય શહેરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા તેમણે એન્જિનિયરિંગ કારકિર્દીની શરૂઆત કરી વધુ વૈવિધ્યસભર નોલેજ અને કુશળતા મેળવવા માટે તેમણે બે વર્ષમાં અન્ય 2 રાસાયણિક ઉદ્યોગોમાં કામ કર્યું,  2011 માં વિહાર મોદી એ તેના નોલેજ અને કુશળતાને અપગ્રેડ કરવા માટે માતા-પિતાની કોઈ આર્થિક મદદ વિના  તેમના આશિર્વાદથી ઓસ્ટ્રેલિયા જઇ એડિથ કોવાન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું.નોકરી પણ કરી એન્જિનિયરિંગની નોકરી પછી સબવેમાં પાર્ટ ટાઇમ કામ કરવાની શરૂઆત કરી 2016 ના અંત સુધીમાં તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એન્જિનિયરિંગની નોકરી છોડ્યા બાદ તે માને છે કે આ તેમનું મોટું જોખમ અને યોગ્ય નિર્ણય હતો. 2017 માં, છેલ્લે તેમણે થોડો ઓપરેશનલ અનુભવ સાથે પર્થમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો. તેમણે મોટાભાગની વ્યવસાયિક કુશળતા 3 વર્ષ શીખી અને 2019 માં પોતાનો વ્યવસાય વધારવાનું નક્કી કર્યું.  2020 માં તેમણે વધુ બે સ્ટોર ખોલ્યા અને તેનું ટર્નઓવર એક વર્ષમાં 300 % વધુ થઈ ગયું અને ત્યાં વધુ બે સ્ટોર્સનું નિર્માણ ચાલી રહ્યું છે જે 2021 ના અંતમાં ખોલવાની અપેક્ષા છે. તે માને છે કે તે 10M હેઠળના નાના બિઝનેસ એવોર્ડ માટે મજબૂત ઉમેદવારો પૈકી એક છે કારણ કે તેમણે ટર્નઓવરમાં 300 % વૃદ્ધિ સાથે જબરદસ્ત વૃદ્ધિ કરી છે. તેમણે ઘણા ભારતીયોને તેમની રેસ્ટોરાંમાં નોકરી મેળવવા અને હજી પણ તેમના માટે કામ કરવામાં મદદ કરી છે.આમ ભારતીયો માટે લાગણી અને સન્માન આપી કદર કરે છે ત્યારે હાલની સ્થિતિમાં વિહાર મોદીએ વિદેશી ધરતી પર પોતાનો વ્યવસાય જમાવી ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી નોમિનેટ થઈ દેશનું ગૌરવ વધાર્યું છે જેમાં તેમના ધર્મ પત્ની સપનાબેન મોદી નો પણ સાથ સહકાર હોય એ તબક્કે એ કહેવું યોગ્ય હશે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ ઉક્તિ આ યુવાનની સંઘર્ષમય સફરમાં સાર્થક થયેલી જોવા મળી છે.આમ રાજપીપળા ના આ યુવાનની સંઘર્ષમય ગાથા અન્યો માટે એક પ્રેરણારૂપ સાબિત થશે.

(10:32 pm IST)