Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા મગફળીમાં સુકારો અને કપાસમાં ઈયળનો ઉપદ્રવ

કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ

અમદાવાદ :  સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.   

  ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

(9:18 pm IST)