Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વિશ્વ ગુજરાતી સમાજમાં રાજપીપળાના રાજેન્દ્રભાઈ પટેલની પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે નિમણૂક થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી અને ભારતીય જનતા પાર્ટીના રાજપીપળા શહેર મહાંત્રી રાજેન્દ્રકુમાર પટેલને વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાત યુવા સંગઠન - યુથ વિંગના ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે નિમણૂક કરાઈ છે.
વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અપાયેલા પત્રમાં રાજેન્દ્ર પટેલને જણાવાયુ છે કે યુવાનો ને સદભાવ તથા સંગઠનની ભાવના સાથે વિશ્વ ગુજરાતી સમાજના ઉમદા હેતુઓને સાકાર કરવા આપ યોગ્ય છો આ કાર્ય માટે વિશ્વ ગુજરાતી સમાજના બંધારણ ને અનુરૂપ તથા હોદ્દેદારોના સંપર્કમાં રહી પ્રવૃતિઓ કરવા માટે સંસ્થાના યુવા સંગઠન - યુથ વિંગના ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય તરીકે રાજેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે . સંસ્થાના માધ્યમ દ્વારા યુવાનોની શક્તિને યોગ્ય દિશામાં એકત્રિત કરી યુવાનોના વિકાસ તથા પ્રગતિ માટે ગુજરાત ના ગૌરવને અનુરૂપ સક્રીય યોગદાન આપો એ માટે પ્રદેશ કારોબારી મેમ્બર આપ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવો તેવી શુભામનાઓ પાઠવી છે.

(10:15 pm IST)