Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પાટીદાર નેતા દિનેશ બાંભણીયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા પહોંચતા રાજકીય ગરમાવો

દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો

અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ રાજકોટના પ્રવાસે છે. ત્યારે રાજકોટના સરકીટ હાઉસ ખાતે પાટીદાર નેતા દિનેશ બાંભણીયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા પહોંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

 દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. 1 હજાર 282 ઉમેદવારોને બદલે 107 ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યુ હતું કે આ મામલે ગૃહ મંત્રીને પણ રજૂઆત કરી છે. જનરલ કેટેગરીને નાબૂદ કરવાને લઈને ઇન્ટરપ્રેટેશન થઈ રહ્યું છે

(8:45 pm IST)