Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હરણી પોલીસ સ્ટેશનની શી ટીમની સરાહનીય કામગીરી:પરિવારનીગેરહાજરીમાં એકલા રહેતા 74 વર્ષીય વૃદ્ધાની દીકરી બની સેવા કરી

જ્યોતીકાબેનને હયાતીનું ફોર્મ ભરવામાં અને પેન્શનબુક ખોવાઈ ગયેલ હોય જેથી નવી પેન્શનબૂક માટેની કાર્યવાહી કરવામાં મદદ કરવા સાથે નજીકની ખાનગી હોસ્પિટલમાં તબિયત બતાવી સારવાર કરાવી

વડોદરાની શી ટીમ દ્વારા અવાર નવાર નાગરિકોને વિવિધ રીતે મદદ કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરણી પોલીસ સ્ટેશન શી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા પરિવારની ગેરહાજરીમાં રહેતા વૃદ્ધાની દિકરીઓ બનીને સેવા કરવામાં આવી હતી.

  પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરની હરણી પોલીસ સ્ટેશનની શી ટીમ-01 દ્વારા અવાર નવાર પોલીસ સ્ટેશન વિસ્તરમાં રહેતા સિનીયર સીટીઝનની મુલાકાત લેવામાં આવતી હોય છે. જેમાં જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ગત 16 મે ના રોજ શી ટીમના મહિલા કર્મીઓ પોલીસ સ્ટેશન વિસ્તરમાં રહેતા સિનીયર સીટીઝનની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જેમાં તેઓએ હરણી રોડ મારૂતીધામ ડુપ્લેક્ષ ખાતે રહેતા એક વૃદ્ધાની મુલાકાત લીધી હતી. પરિવાર વિના એકલા રહેતાં આ વૃદ્ધા ખુબ જ તકલીફમાં હતા જેથી મહિલા પોલીસ કર્મીઓ દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી

હરણી રોડ મારૂતીધામ ડુપ્લેક્ષ ખાતે રહેતા જ્યોતીકાબેન સનદકુમાર જોષી (ઉ.વ.74) એ શી-ટીમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના પતિનું થોડા સમય પહેલા જ મોત નિપજ્યુ હતુ. અને તેઓને કોઈ સંતાન ન હોવાથી એકલાં જ રહેતા હતા. આ દરમિયાન જ્યોતીકાબેનની પેન્શન બુક પણ ખોવાઈ ગઈ હતી. અને પેન્શન અંગે તેમને હયાતીનું ફોર્મ ભરવા જવું હતું. પરંતુ તેમની પાસે કોઈ સુવિધા ન હોવાથી જ્યોતીકાબેનને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે તેમની તબીયત પણ ખરાબ હતી.

જ્યોતીકાબેનની મુશ્કેલીઓ વિશે જાણીને શી ટીમ દ્વારા તત્પરતા દાખવી તેઓની મદદ કરવામાં આવી હતી. શી ટીમ દ્વારા જ્યોતીકાબેનને હયાતીનું ફોર્મ ભરવામાં અને પેન્શનબુક ખોવાઈ ગયેલ હોય જેથી નવી પેન્શનબૂક માટેની કાર્યવાહી કરવામાં મદદ કરવામાં આવી હતી. એટલું જ નહીં વૃદ્ધાની તબિયત ખરાબ હોવાથી તેમણે તુરતં જ નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યોતીકાબેનની સારવાર કરાવ્યા બાદ શી ટીમે તેમણે તેઓના ઘરે સુરક્ષીત રીત મુકી આવ્યા હતા. આ સાથે તેઓને મોબાઈલ નંબર આપી ગમે ત્યારે જરૂર પડે તો હરણી શી-ટીમનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. શી ટીમની આ કામગીરી ખુબ જ સરાહનીય છે.

 

(7:34 pm IST)