Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

આણંદ:અલગ-અલગ જિલ્લાઓમાં તસ્કરોનો આતંક:મોગર ગામ નજીકથી પોલીસે ધાડપાડુ ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી જેલ હવાલે કર્યા

આણંદ : સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય તથા નડિયાદ પંથકમાં અલગ-અલગ સ્થળોએ ધાડ તથા ચોરીના ગુના આચરનાર ટોળકીને વાસદ પોલીસે મોગર ગામ નજીકથી ઝડપી પાડી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. વાસદ-તારાપુર સ્ટેટ હાઈવે ઉપર કંથારીયા ગામ પાસેની એક સીમેન્ટની ફેક્ટરીમાં એકલા રહેતા સીનીયર સીટીઝનને ત્યાં આ ટોળકી ધાડ પાડવા જઈ  રહી ત્યારે વાસદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. રીમાન્ડ દરમ્યાન અન્ય કેટલીક ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસદ પોલીસની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન મોગર ગામ પાસેથી એક શંકાસ્પદ સ્વીફ્ટ ગાડીને અટકાવી હતી અને કારમાં સવાર પાંચ શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા ચેતનભાઈ નારણભાઈ પરમાર (રહે.કાજીપુરા, સાંથલપુર, વિરમગામ), મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર (રહે.વલાણા, વિરમગામ), વસીમખાન ઉર્ફે ઉંદુભા નગરખાન મલેક, સલીમખાન ઉર્ફે ગુગો નસીબખાન પઠાણ અને નુરમહંમદ અનવરખાન પઠાણ (ત્રણેય રહે. ગેડીયા, દસાડા, પાટડી, સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ શખ્શોની અંગજડતી તેમજ કારની તલાશી લેતા અંદરથી એક મોટુ કટર, ત્રણ મોટા છરા, સેલોટેપના રોલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જે અંગે પોલીસ દ્વારા પાંચેય શખ્શોને પુછતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

(5:54 pm IST)