Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

૧૭૨થી વધુ રીઢા અપરાધીઓને મધરાતે ચેક કરાયાઃ ૪૮ ગુનેગારો સહિત ૪૦ વાહનો ફરી કબ્‍જે કરાયા

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા ટીમ દ્વારા જબરજસ્‍ત ઓપરેશન હાથ ધરાયું : સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયનના નેતૃત્‍વમાં સુરત એસપી હિતેશ જોયસર ટીમ દ્વારા જવેલર્સ દુકાન ચોરીના ૮૬ લાખથી વધુનો મુદ્દામાલ રાતોરાત કબ્‍જેઃ ઈતિહાસ રચાયો

રાજકોટ,તા.૧૭: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન અને તેમના શહેર સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ મહારાષ્‍ટ્ર સરહદ નજીક આવ્‍યા હોવાને કારણે પરપ્રાંતીય અપરાધીઓને રોકવા માટે સુરત શહેર અને જિલ્લામાં જબરદસ્‍ત અભિયાન ચાલી રહ્યું છે તેમાં નવ નિયુકત હોંશીલા અને કામની ધગસવાળા અધિકારીઓ નિમણુંક પામતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ધમધમાટ પ્રવર્તી રહ્યો છે.
તાજેતરમાં સુરતના અમરોલી વિસ્‍તારમાં મધ્‍યરાત્રીએ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ જબરજસ્‍ત કોમ્‍બિંગ કરનાર ઝોન, ૪ નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા દ્વારા ફરી જબરદસ્‍ત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે.
આ કોમ્‍બિંગમાં ડીસીપી શ્રી હર્ષદ મહેતા, એસીપી શ્રી દિપ વકીલ તથા રાંદેર પોસ્‍ટેના પી.આઈ.શ્રી આર.એલ.ચૌધરી સાથે કુલ ૩ પીઆઈ, ૧૫ પીએસઆઈ તથા ૧૩૫ પોલીસ જવાનો તમામ મળીને ૧૫૦થી વધુ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.
જેમાં પોલીસ ચોપડે ચડેલા કુલ ૧૭૨થી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં હિસ્‍ટ્રીશીટર, બૂટલેગર્સ, ચેઈન સ્‍નેચર્સ, તડીપાર, એમ.સી.આર., ટપોરી તથા શરીર સંબંધિત આરોપીઓ હતાં. જેમાંથી કુલ ૪૮ ઈસમો વિરૂધ્‍ધ અલગ- અલગ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકે તેવા શંકાસ્‍પદ તથા નંબર  પ્‍લેટ વગરના ૪૦થી વધુ વાહન લાવી કાયદા મુજબની કામગીરી કરવામાં આવેલ હતી.
નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયા, પોલીસ ઈન્‍સપેકટર કે.જે.ધડુક, એમ.એમ.ગીલાતર, આર.બી.ભંટોળ, એ.ડી.ચાવડા, એચ.બી.ગોહીલ, પોલીસ સબ ઈન્‍સપેકટર એ.એ.ચાવડા, પી.એમ. પરમાર તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા કામરેજ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સંયુકત ટીમ વર્કથી કામગીરી કરવામાં આવેલ છે.

 

(4:25 pm IST)