Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગુજરાત ATS ને મોટી સફળતા :દાઉદ ગેંગના ચાર સાગરીતોને ઝડપાયા : મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં વોન્ટેડ આરોપીની ધરપકડ

અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીને અમદાવાદથી દબોચી લેવાયા

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના 4 સાગરીતોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે આટલા વર્ષો બાદ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ આરોપીઓ આખરે આટલા વર્ષો બાદ અમદાવાદ કેમ આવ્યા? શું કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા? હવે આ બધા સવાલનો જવાબ એટીએસની તપાસ બાદ જ સામે આવશે.

(1:45 pm IST)