Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમના ખેતરમાથી ૧૦,૦૦૦ રૂપિયાની મોટરની ચોરી થઈ

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
 પ્રાપ્ત માહિતી મુજબ હેમંતભાઇ સુરેશભાઇ વસાવા, ધંધો-ખેતી (રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા )એ આપેલી ફરિયાદ અનુસાર તેમની મોટા મંડાળા ગામની સીમમાં આવેલ મગનભાઇ જોરીયાભાઇ વસાવાનું સર્વે નં.૨૧૭ વાળા ખેતર ની નજીક માં આવેલ કરજણ નદિ ના પાણીમાં મુકેલ ત્રણ હોર્ષ પાવરની મોટર (દેડકા) કિં.રૂ.૧૦,૦૦૦ ની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોય દેડીયાપાડા પોલીસે આ બાબતે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)