Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરવાહડફમાં ધીમુ મતદાન : બપોર સુધીમાં માત્ર ર૮%

મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગી વચ્ચે : ર મે એ પરિણામ

ગાંધીનગર, તા. ૧૭ : પંચમહાલ જિલ્લાની મોરવાહડફ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આજે ચાલી રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાનનો સમય છે. મતદાન પર કોરોનાની અસર દેખાઇ રહી છે. આજે બપોર સુધીમાં ર૮ ટકા મતદાન નોંધાયું છે.

મોરવાહડફમાં ર.૧૯ લાખ મતદારો છે. મુખ્ય સ્પર્ધા કોંગીના સુરેશ કટારા અને ભાજપના નિમિષાબેન સુથાર વચ્ચે છે. મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. પરિણામ તા. ર મેના રોજ જાહેર થશે.

(4:08 pm IST)