Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

૧૨ વર્ષ પછી એક ખાસ કારણથી આ વાળ કપાવ્યા

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવનાર ગુજરાતની નીલાંશી પટેલે આખરે વાળ કપાવી લીધા

રાજકોટ : ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવનાર ગુજરાતની નીલાંશી પટેલે આખરે વાળકપાવી લીધા. નીલાંશીએ લગભગ ૧૨ વર્ષ પછી એક ખાસ કારણથી આ વાળ કપાવ્યા. વાળ કાપતી વખતે નિલાંશી એકદમ નર્વસ જોવા મળી હતી.ગુજરાતના મોડાસામાં રહેતી નીલાંશીના વાળની લંબાઈ લગભગ ૬ ફૂટ ૩ ઇંચ હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડએ નીલાંશીના વાળ કાપવાનો વીડિયોસોશિયલ મીડિયા પર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેના વાળની સુંદરતાઅને લંબાઈના જોરે નીલાંશીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૬ ઓગસ્ટ ૨૦૦૨ના રોજ જન્મેલી નીલાંશીએ નવેમ્બર ૨૦૧૮માં પ્રથમ વખત ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું હતું. ઇટાલીમાં એકકાર્યક્રમ દરમિયાન તેના વાળની લંબાઈ પાંચ ફૂટ સાત ઇંચ હતી, તે સમયે તેણેઆજર્િેન્ટનાની કિશોરીનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પછી સપ્ટેમ્બર ૨૦૧૯માં નીલાંશીનું નામ ફરી ૬ ફૂટ ૩ ઇંચની લંબાઈ સાથે ગિનીસ બુકમાં નોંધાયું.જયારે નીલંશી ૬ વર્ષની હતી તે સમયે તેણે છેલ્લી વખત વાળ કપાવ્યા હતા. પરંતુ હવે૧૨ વર્ષ પછી નીલાંશીએ ખૂબ ઉમદા હેતુથી વાળ કપાવ્યા છે. નીલાંશીએ જણાવ્યું કે તે પોતાના કાપેલા લાંબાવાળને યુએસએના એક સંગ્રહાલયમાં મોકલી રહી છે. તે આ વાળ કેન્સર સામે લડતા બાળકોને દાનમાં આપી રહી છે.

(4:07 pm IST)