Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ દાખલ 10 દર્દીઓના બે દિવસમાં મોત : આ સિઝનમાં કુલ 36 દર્દીઓના મોત થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લા માં કોરોના ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે સાથે મૃત્યુ આંક પણ ઘણો વધી રહ્યો હોય, જેમાં રાજપીપળા વડીયા પેલેસ ખાતે આવેલી કોવીડ હોસ્પિટલ અને કેર સેન્ટર્ ખાતે દર્દીઓ ની સંખ્યા વધતા. આ સિઝન માં રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં દાખલ  દર્દીઓ પૈકી છેલ્લા બે દિવસ માં 10 દર્દીઓના મૃત્યુ થયા હતા જેમાં ગુરુવારે 06 દર્દીઓ જ્યારે શુક્રવારે સાંજ સુધીમાં 04 દર્દીઓ મળી કુલ 10 ના મોત થયા હોવાનું એપેડમીક અધિકારી ડો.કશ્યપ દ્વારા જાણવા મળ્યું છે. આમ આજની સાથે આ સિઝન માં કુલ -36 જેટલા દર્દીઓ ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.આ તમામ મૃતકના વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કાર્યરત રાજપીપળા કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.
 જોકે કોવિડ હોસ્પિટલમાં અનુભવી સ્ટાફ અને ડોક્ટરો ના અભાવે ત્યાં દાખલ દર્દીઓને ખાસ કોઈ સુવિધા ન આપી ફક્ત દવા આપી સુવડાવી રખાતા હોવાની બુમો બાદ પણ હજુ આ બાબતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી ત્યારે જવાબદારો ઓક્સિજન લેવલ એકદમ ઘટી જાય ત્યારે દર્દીઓને અહીંયા લવાતા આમ બનતું હોવાની એકજ કેસેટ વગાડ્યા કરે છે.

(12:23 am IST)