News of Saturday, 17th February 2018

ગુજરાતની ૭૫ નગરપાલીકાની ચૂંટણીમાં થયુ શાંતિપૂર્ણ ૬પ% મતદાન

ક્યાંક બોગસ મતદાનની તો ક્યાંક ઇવીએમમાં ખામીની ઉઠી હતી ફરિયાદ

ગાંધીનગર: આજે રાજયની 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2064 બેઠકો માટે 6033 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.

ગાંધીનગર: આજની ચુંટણીમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. કેટલાક સ્થળે બોગસ મતદાનની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. તો ક્યાંક ઇવીએમમાં ખામી સર્જાઇ હતી. પણ સરેરાશ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

આજે સ્થાનિક સ્વરાજ્ય મેળવવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એડી-ચોટીનું જોર લગાવ્યુ હતું. રાજ્યના 529 વોર્ડમાં કુલ 2064 બેઠકો માટે મતદાન થયું હતું.

(11:07 pm IST)
  • રાજકોટની વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં બપોરે ૪.૩૦ વાગ્યા સુધીમાં ૪૦ ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળે છે access_time 4:59 pm IST

  • અરવિંદરસિંહ લવલીની ઘરવાપસીઃ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને શીલા દિક્ષીત સરકારમાં મંત્રી રહી ચુકેલ અરવિંદરસિંહ લવલીએ આજે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતા. લગભગ ૧૦ મહીના પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. access_time 3:29 pm IST

  • કાલાવડ પાલિકામાં સાંજના ૪ વાગ્યા સુધીમાં ૬૧.પર ટકા મતદાન access_time 4:58 pm IST