News of Saturday, 17th February 2018

CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી પાટણ મામલે કરી ખાસ ચર્ચા : પીડિત પરિવારની બધી માંગણીઓ સરકારે સ્વીકારી

ડે. સી.એમ. નીતિન પટેલે પીડિત પરિવાર માટે કરી પરિવારને જમીન અને ભાનુભાઈના પરિવારને 8 લાખ આપવાની જાહેરાત

ગાંધીનગર: આજે મુખ્યમંત્રી રૂપાણીએ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં પાટણ દલિત આગેવાન ભાનુ વણકરના આત્મવિલોપનના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેના પછી શનિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારે ભાનુ વણકરના પરિવારની બધી માગણીઓ સ્વીકારી લીધી છે તથા દલિતોની જમીનોના પેન્ડિંગ કેસોની સુનાવણી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે આત્મવિલોપન કરનારા ભાનુભાઈના પરિવારજનોને બે તબક્કે કુલ આઠ લાખ આપવાની જાહેરાત કરી હતી. તથા શક્ય તેટલી બધી મદદ કરવાની સરકારે જાહેરાત કરી હતી.

1955માં ખાલસા કરેલી જમીન હાલ આ પરિવાર પાસે છે.7/12ના ઉતારામાં પણ આ પરિવારના નામ નથી.આઝાદી બાદ સરકારના નિયમ પ્રમાણે જમીન અપાઈ હતી.જમીન આ પરિવારને સોંપવામાં આવશે.અને 7/12ના ઉતારામાં આ પરિવારનું નામ ઉમેરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

નીતિન પટેલે વધુ જણાવ્યું કે સરકાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે. અને આ સાથે એક વધુ જાહેરાત પણ કરી હતી કે ભાનુભાઈનો પરિવાર સુચવશે તે પ્રમાણે તપાસ કમિટીની રચના કરવામાં આવશે. SIT કે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે.

આ કમિટી કોની ભુલથી બનાવ બન્યો તે અંગે તપાસ કરશે અને પરિવારની બધી જ માંગણીઓ સંતોષવામાં આવશે. આમ સરકારે ભાનુ વણકરના પરિવારની બધી જ માગણીઓ સ્વીકારી લીધી હોવાનું જાણવા મળે છે. ત્યારે હવે જોવું રહ્યું કે પરિવારજનો આગામી સમયમાં કેવી રણનીતિ ઘડે છે. 

(11:05 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની હાલતમાં થયો સુધાર : બજેટસત્રમાં ભાગ લેશે : તેમની સારવાર મંબઈની લીલાવતી હોસ્પીટલના પ્રસિદ્ધ કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. પી. જગન્નનાથની દેખરેખમાં થઈ રહી છે. access_time 11:51 pm IST

  • ભાનુભાઇ વણકર આત્મવિલોપન પ્રકરણઃ રાજ્ય સરકારે પરિવારજનોની તમામ માગણી સ્વીકારીઃ સાંજ સુધીમાં રાજ્યસરકાર પરિવારજનોને લેખિત ખાત્રી આપરેઃ અગ્રસચિવ સિવિલ હોસ્પિટલે પહોચ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત કરીઃ સાંજ સુધીમાં રાજ્યસરકાર ઓર્ડર કરી દેશે access_time 3:46 pm IST

  • જામનગરમાં ૯ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં સગીર આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજુર access_time 4:58 pm IST