News of Saturday, 17th February 2018

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત

પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ : મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત નીપજ્યુ હતુ..ત્યારે પરિવારને ન્યાય મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતુ..જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..હાથમાં મીણબત્તી લઈ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ હતી..ઘટનાને 9 દિવસ વીતવા છતા આરોપી સામે કોઈ કડક પગલા ભરાયા નથી..અને આરોપી મુક્ત  ફરી રહ્યો છે..મૃતક જેસલ શર્માને સાઈક્લિસ્ટ બની દેશનું નામ રોશન કરવુ હતુ..પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી...ત્યારે જો ન્યાય નહી મળે તો જેસલના પરિવારજનો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી રહ્યા છે..

(10:26 pm IST)
  • અમેરિકી રાજકારણ માં ખળભળાટ : અમેરિકાના ખાસ સલાહકારના કાર્યાલયના સ્પેશ્યલ કાઉન્સેલ રોબર્ટ મ્યુલરના કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ગ્રાન્ડ જ્યુરીએ 2016 ના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કથિત દખલગીરી માટે 13 રશિયન નાગરિકો અને ત્રણ રશિયન કંપનીઓને દોષિત ઠેરવ્યા હતા, અને આરોપનામું ફરમાવ્યું છે કે ચૂંટણી દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને કથિત ગેરરીતી આચરીને પ્રોત્સાહન આપ્યું હતું access_time 9:21 am IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની હાલતમાં થયો સુધાર : બજેટસત્રમાં ભાગ લેશે : તેમની સારવાર મંબઈની લીલાવતી હોસ્પીટલના પ્રસિદ્ધ કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. પી. જગન્નનાથની દેખરેખમાં થઈ રહી છે. access_time 11:51 pm IST

  • ગીર સોમનાથ - કોડીનાર નગરપાલીકાનું મતદાન આજે સાંજે જેવું પૂરું થયું કે તરતજ કોડીનારના પૂર્વ MLA ધીરસિંહ બારડના ભત્રીજા પીન્ટુ ઉર્ફે રણજીત બારડ પર અજાણ્યા શખ્શોએ હુમલો કર્યાનું જાણવા મળે છે. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. access_time 7:14 pm IST