Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બાળક ઉપાડી જવાની નહિ પણ દારૂનો અડ્ડો ક્યાં છે ?તેનો જવાબ નહીં આપતા માર માર્યો :અંકલેશ્વર એસટી બસ ડેપોમાં લોકોએ લમધારતા ઈજાગ્રસ્ત યુવકનું પોલીસને નિવેદન

અંકલેશ્વર બસ સ્ટેશન પાસે બાળક ઉપાડી જવાની આશંકાથી નહિ પણ દારૂ અડ્ડો ક્યાં છે નો જવાબ નહિ આપતા માર માર્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને પોલીસને નિવેદન આપ્યું છે. પોલીસે વાયરલ થયેલા વીડીયોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ગિરનાર સોસાયટીમાં રહેતા મિથુનકુમાર રામદુલારે પટેલ પર બાળક ઉપાડી જતો હોવાની આશંકા સાથે 10 જેટલા અજાણ્યા ઈસમોએ માર માર્યો હતો. તેને સારવાર માટે સિવિલ ખાતે ખસેડ્યો હતો

(7:54 pm IST)