Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાખવાની ધમકી બાદ હથિયારધારી પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો

સાંસદને સુરક્ષા અપાવવા આદિવાસી આવેદન આપે તે પહેલા બંદોબસ્ત મુકાતા કાર્યક્રમ મોકૂફ

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સાંસદને મળેલી આ ધમકીનાં પગલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.દરમિયાન ભરૂચના સાંસદને સુરક્ષા અપાવવા તેમનાં સમર્થનમાં આદિવાસી સમાજ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે બાદમાં પોલીસ વિભાગ દ્વારા સાંસદની સુરક્ષા માટે હથિયારધારી પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવાતાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો

(7:11 pm IST)