Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની તૈયારી :કાલથી ત્રણ દિ ' પાર્લામેન્ટ બોર્ડની બેઠક

પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામની પસંદગી કરાશે

અમદાવાદ :રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ થઇ રહી છે ભાજપ દ્વારા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કાલથી ત્રણ દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરીની બેઠકમાં તાલુકા અને જીલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.આ બેઠકમાં નગરપાલિકાના ઉમેદવારોની પણ પસંદગી થશે

(6:55 pm IST)