Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મોડાસા: પોલીસે બાતમીના આધારે સિગારેટનો શંકાસ્પદ જથ્થો લઇ જતા ઈસમની ધરપકડ કરી

મોડાસા:શહેરના જુના બસ સ્ટેન્ડ એરીયામાંથી સીગારેટના ૨૧૫ પેકેટનો શંકાસ્પદ જથ્થો લઈ પસાર થતાં શખ્સને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી હવાલાતે કર્યો હતો.જયારે ઝડપાયેલા મોડાસાના આ આરોપી વિરૃધ્ધ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ઈન્સ્પેકટર પી.ડી.દરજી ને મળેલ બાતમીના આધારે મોડાસાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ર્વાચ ગોઠવવામાં આવી હતી. મંગળવારની સાંજે ગોઠવેલી આ ર્વાચ દરમિયાન જુદા જુદા ૩ થેલાઓમાં શંકાસ્પદ સીગરેટનો જથ્થો લઈ જતો શખ્સ શકમંદ હાલતમાં ઝડપી પડાયો હતો.સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા ઝડપી પડાયેલા અને મોડાસાના કોટ વિસ્તારમાં રહેતા સીરાજ ઈબ્રાહીમ નગદા પાસેથી જુદીજુદી બ્રાન્ડની સીગારેટ ના ૨૧૫ પેકેટ મળી આવ્યા હતા. જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.દરજી ના જણાવ્યા મુજબ જરૃરી જાહેરનામા મુજબ તમાકુની કોઈપણ બનાવના પેકીંગ ઉપર ચેતવણી સંકેતનું ચિત્ર ફરજીયાત બનાવાયું છે.ત્યારે ઝડપાયેલ આ જથ્થા ઉપર ચેતવણી અંગેનું કોઈ લખાણ કે સિમ્બોલ નહી જણાતાં આ શંકાસ્પદ જથ્થાને કબ્જે લઈ આરોપીને ટાઉન પોલીસે હવાલે કરી દેવાયો છે.ઝડપાયેલ આરોપી વિરૃધ્ધ સીગારેટ એન્ડ તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩ ની કલમ-૭(૩) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:46 pm IST)