Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિદ્યાનગરમાં એક સાથે ત્રણ બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાતા ચકચાર

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરમાંથી ત્રણ બાઈકો ચોરાયાની ફરિયાદો થવા પામી છે. તીલકકુમાર હર્ષદભાઈ પટેલે ગત ૪થી તારીખના રોજ પોતાનું બાઈક નંબર જીજે-૨૩,એજી-૩૮૧૮નું અલકનંદા એપાર્ટમેન્ટ સાબરમતી વાસ પાસે પાર્ક કર્યું હતુ જે કોઈ ચોરી કરીને લઈ ગયો હતો. બીજા બનાવમાં સુરેશભાઈ મેરામણભાઈ ડોડીયાએ ગત ૭મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૧૧, જેજે-૫૮૧૭નું ગાયત્રીનગર સોસાયટી એમસીએ ડિપાર્ટમેન્ટની બાજુમાનાં ઘરની બહાર પાર્ક કર્યું હતુ જે બાઈક પણ ચોરાઈ જવા પામ્યું હતુ.

જ્યારે ત્રીજા બનાવમાં મૌલિક રમણીકભાઈ પાનસેરીયાએ ગત ૧૪મી તારીખના રોજ પોતાનું બાઈક નંબર જીજે-૧૧, સીસી-૦૮૫૩નું નાના બજારમાં આવેલા શિવશાલીની એપાર્ટમેન્ટના પાકીંગમાં પાર્ક કર્યું હતુ જે પણ ચોરાઈ જવા પામ્યું હતુ.

(6:46 pm IST)