News of Wednesday, 17th January 2018

પાટણમાં બુટલેગરના ઘરમાં જનતા રેડ

દારૂના જથ્થાનો નાશઃ ચીજવસ્તુઓને નુકસાનઃ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો

પાટણ તા. ૧૭ : શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા એક કુખ્યાત બુટલેગરના ઘરમાં જતતાએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઘટના સ્થળે પોલીસની ગાડી આવી જતા પોલીસ ઉપર પણ પથ્થરમારો થતા પોલીસ પણ ઘટના સ્થળે છોડી ભાગી ગઇ હતી. જનતાનો આક્રોશ એટલો બધો હતો કે જનતા બુટલેગરના ઘરમાં ઘુસી જઇ ઘરની ચીજવસ્તુઓને પણ નુકસાન કયુ* હતું. તેમજ ઘરમાં પડેલ દારૂના જથ્થાનો નાશ પણ કર્યો હતો.

ઘટના સ્થળે પોલીસ પણ આજે દોડી આવી છે. જ્યારે જનતાનો આક્રોશ જાતા પાટણના કોîગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રજાને શાંત રહેવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ જનતાએ જણાવ્યું હતું કે, જા પોલીસ દારૂના અડ્ડાઓ બંધ નહિ કરાવે તો અમારે જનતા રેડ કરવાની ફરજ પડશે.

(2:07 pm IST)
  • સુરતમાં સોના-ચાંદીના દાગીના ચમકાવાના બહાને છેતરતી ટોળકીના ત્રણ આરોપીઓ ઝડપાયા : એકલદોકલ મહિલાને નિશાન બનાવી કળા કરતાઃ ૨.૪૦ લાખના સોનાના ઘરેણાં જપ્ત access_time 12:31 pm IST

  • અમરેલીના રાજુલા નજીકના પર્વતોમાં લાગી ભયાનક આગ : આગ લાગવાના કારણે વન્ય વિસ્તારના પ્રાણીઓમાં મચી અફરાતફરી : સિંહ અને અન્ય પ્રાણીઓ બીજા વિસ્તારોમાં ભાગ્યા : તંત્રે આગને કાબુમાં લેવાની કામગીરી શરુ કરી હોવાનું જાણવા મળે છે. access_time 7:19 pm IST

  • રૂ.૧૦ના સિક્કાની ૧૪ ડિઝાઈનો હાલમાં ચલણમાં છે : બધા જ કાયદેસર : રીઝર્વ બેન્કે આજ સુધીમાં રૂ.૧૦ના સિક્કા ૧૪ ડિઝાઈનમાં બહાર પાડ્યા છે : આ તમામના અલગ - અલગ લાક્ષણિકતાથી લોકોને માહિતગાર કરાયા છે : આ બધા જ સિક્કા માન્ય - કાયદેસરના છે અને વહેવાર માટે સ્વીકાર્ય છે, રીઝર્વ બેન્કની સત્તાવાર જાહેરાત access_time 3:57 pm IST