Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ધાનેરા ;પ્રસૂતાના મોત બાદ હોસ્પિટલમાં હોબાળો

આદિવાસી લોકોએ લાશને હોસ્પિટલમાં લાવીને મૂકી દીધી :સમજાવટના અંતે લાશને પીએમ માટે મોકલી

ધાનેરા ;એક આદિવાસી મહિલાને પ્રસુતિ પૂર્વે ખેંચ ઉપડતા તબીબોએ તેને ડીસા રીફર કરી હતી પરંતુ રસ્તામાં પ્રસૂતાનું મોત નિપજતા આદિવાસી લોકોએ મહિલાની લાશને હોસ્પિટલમાં લાવીને મૂકી દીધી હતી અને હોબાળો મચાવ્યો હતો જોકે સમજાવટના અંતે લાશને પીએમ માટે મોકલી અપાઈ હતી

 

  અંગે જાણવા મળતી વિગત મુજબ ધાનેરાના જોરાપુરા ગામની આદિવાસી મહિલાને ધાનેરામાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લવાઇ હતી પ્રસૂતિમાં ડોક્ટર લે તે પહેલા તેને ખેંચ આવતા ડોક્ટરે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ડીસા રીફર કરી હતી.પરંતુ રસ્તામાં મહિલાનું મોત નિપજતા આદિવાસી સમાજના લોકોએ મહિલાની લાશને પરત હોસ્પિટલમાં લાવીને મુકી દઈ હોબાળો કર્યો હતો. સમજાવટના અંતે 20 કલાક પછી પીએમ કરવામાં આવ્યું હતું.

 

(12:46 am IST)