Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અંકલેશ્વર એસટી બસ ડેપો પાસે બાળકને ઉપાડી જવાની શંકાએ યુવકને લમધાર્યો

દસેક લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા :કેટલાક લોકોએ મોબાઈલમાં મારકૂટ કંડારી લીધી

 

અંકલેશ્વર ;શહેરના એસટી બસ ડેપો પાસે એક યુવકને લોકોએ લમધાર્યો હતો બાળક ઉપાડી જતો હોવાની શંકાના કારણે લોકો તેના પર તૂટી પડ્યા હતા નજરે જોનાર કેટલાક લોકોએ મારકુટની ઘટનાને મોબાઈલમાં કંડારી લીધી હતી

  જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર એસટી બસ ડેપો પાસે બાળક ઉપાડી જવાની શંકાથી એક યુવકને લોકોએ ઢોર માર માર્યો હતો મારકૂટથી ગંભીર રીતે ઘવાતા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.જ્યાં  પોલીસે તેનું નિવેદન લઈને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  યુવક બસ ડેપો ઉભો હતો ત્યારે કેટલાક લોકોને તેની પર બાળકોને ઉઠાવી જતો હોવાની શંકા થઈ હતી  અને દસેક જેટલા લોકો તેની પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. યુવકને મારકૂટ થતા આસપાસના લોકોએ ઘટનાને મોબાઈલમાં કંડારી લીધી હતી.

(12:22 am IST)