Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હજુ દોઢ મહિના પહેલાં જ લગ્ન કરી ન્‍યુઝીલેન્‍ડ ફરવા ગયેલું વડોદરાનું નવદંપતિ ખંડિત : દરિયા કિનારે બીચ ઉપર બેઠેલા દંપતિ હેમિન તથા તનવીને મોજુ તાણી ગયું : હેલિકોપ્‍ટરથી રેસ્‍કયુ કરાતા હેમિન મૃતક જાહેર તથા તનવી જીવિત હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ

વડોદરા : હજુ ૪ ડિસેં. ૨૦૧૭ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલ વડોદરાના યુવાન ૨૬ વર્ષીય હેમિન તથા તેની પત્‍ની તનવી ન્‍યુઝીલેન્‍ડ મુકામે આવેલા વાઇમારાયા બીચ ઉપર ફરવા ગયેલ ત્‍યારે અચાનક દરિયામાંથી આવેલા વિકરાળ મોજાએ બંનેને તાણી લેતા દંપતિ ખંડિત થયું છે. જે મુજબ હેમિનનું મોત થયું હતું જયારે તનવી બચી જતા તેને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.

વડોદરામાં રહેતા તથા બ્‍ફઞ્‍ઘ્‍ માં ફરજ બજાવતા શ્રી વિનુભાઇ તથા તેમના પત્‍ની ધર્મિષ્‍ઠાબેનના એકલોતા પુત્રએ તેની પ્રેમિકા તનવી કે જે દોઢ વર્ષથી ન્‍યુઝીલેન્‍ડમાં સ્‍થાયી થઇ છે તેની સાથે લગ્ન કર્યા હતાં. તથા લગ્ન બાદ સિંગાપોર ફરવા જઇ ૪ જાન્‍યુ. ના રોજ ન્‍યુઝીલેન્‍ડ ગયા હતા. જયાં ૧૪ જાન્‍યુ. ના રોજ બંને દરિયામાં તણાવા લાગતા હેલિકોપ્‍ટરથી રેસ્‍કયુ કરાયું હતું. પરંતુ હેમિન મૃત્‍યુ પામતા નવદંપતિ ખંડિત થતા બંનેના પરિવારમાં શોકનું માતમ છવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે  છે.

(9:57 pm IST)