Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કાલે ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે :એરપોર્ટથી સાબરમતી ગાંઘીઆશ્રમ સુઘી રોડ શો :કેટલાક રસ્તાઓ બંધ રહેશે

અમદાવાદ ;કાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે બંન્ને મહાનુભાવો સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંઘીઆશ્રમ સુઘી રોડ શો યોજશે. રોડ શો દરમિયાન લગભગ ભારતના 20 જેટલા રાજયોની સંસ્કૃતિની ઝાંખી ઇઝરાયલનાં પીએમને બતાવવામા આવશે. હાલમાં બંને દેશના પીએમને આવકારવા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

  બંન્ને મહાનુભવો મુલાકાતે આવે છે ત્યારે સુરક્ષા મામલે શહેરમાં સંપૂર્ણ તૈયારીઓને પોલીસે આખરી ઓપ આપી દીધો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીનાં જણાવ્યા મુજબ કાલે બેન્જામીન નેતન્યાહુ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

   આવતી કાલે એરપોર્ટથી લઇ વાડજ સુધીનો રસ્તો બંધ રહેશ. જેથી ગાંધીનગર તરફ જતા લોકોએ SG હાઈવે અને વિસત ચારરસ્તા વાળો રસ્તો લેવાનો રહેશે.

- એરપોર્ટ જવા માટે સવારે 7 થી 12 સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપીયોગ કરી શકાશે.

- એરપોર્ટ અને ગાંધીનગર જવા માટે સવારે 7 થી બપોરે 12 નો એન્ટ્રી.

- અમદાવાદ RTO આવતીકાલે રહેશે બંધ.

- બપોરના 12 વાગ્યા સુધી RTO રહેશે બંધ.

- અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રસ્તો બંધ.

- એરપોર્ટથી સુભાષબ્રિઝ સુધીનો રિવરફ્રંટ રસ્તો બંધ રહેશે.

-RTOથી વાડજ સર્કલ સુધીનો રૂટ પણ બંધ રાખવામાં આવશે.

- એરપોર્ટથી ગાંધી આશ્રમના રોડ પર 50 હજાર લોકોને 20 ગેટમાંથી મળશે એન્ટ્રી.

(9:27 pm IST)