Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મહેસાણા ગુજરાત પાવર કોલેજના સતાધીશોએ નિયમો બદલતા વિદ્યાર્થીઓ દ્વારા રોષ-આંદોલન

મહેસાણાઃ અહીની ગુજરાત પાવર કોલેજમાં વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ તંત્ર સામે આક્રોશ વ્યકત કરીને આંદોલનના મંડાણ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાની ગુજરાત પાવર કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. કોલેજ સત્તાધીશોએ કેટલાક નિયમોમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

કોલેજ સત્તાધીશોએ ૭૫ ટકા હાજરીનો નિયમ અમલી બનાવ્યો છે. અસભ્ય વર્તન, લેટ ફીમાં પેનલ્ટી સહિત એટેન્ડન્સ મુદ્દે કોલેજ તંત્રએ નિયમો કડક બનાવતાં વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. લગભગ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ નવા નિયમોના વિરોધ કર્યો છે. અને માગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓએ કોલેજની સામે સૂત્રોચ્ચાર પોકારીને રોષ વ્યકત કર્યો હતો.

 

(7:05 pm IST)