Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પતંગની દોરીથી મોતને ભેટેલા પક્ષીઓની બનાસકાંઠાના ડીસામા સ્મશાનયાત્રા

બનાસકાંઠાઃ મકરસંક્રાંતિ પર્વની ભવ્યતાથી ઉજવણી તો કરાઇ પરંતુ પતંગના દોરાથી અનેક પક્ષીઓ મોતને ભેટયા હતા ત્યારે બનાવસકાંઠામાં પક્ષીઓની અંતિમ વિધી યોજીને લોકોને સંદેશ અપાયો હતો.

ઉત્તરાયણ પર્વે જાગૃતિ અભિયાન છતા અનેક પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બને છે. બનાસકાંઠામાં આવા જ મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. લોકોમાં કરૃણાનો ભાવ જાગે અને જાગૃતિ આવે તે માટે આ પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

જીવદયાપ્રેમી પ્રજાજનો તેમજ શાળાના બાળકોએ આ અંતિમયાત્રામાં ભાગ લીધો હતો. મૃત પક્ષીની નનામી બનાવીને સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. શાસ્ત્રોકત પૂજન-અર્ચન સાથે મૃતક પક્ષીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોએ હાથમાં બેનર રાખીને લોકોને પક્ષી બચાવોનો મેેસેજ આપ્યો હતો.

(6:53 pm IST)