Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

નવસારીમાં લુપ્ત થતી પ્રજાતિના ૨૨૦ કાચબા સાથે મહિલાની ધરપકડ

નવસારીઃ વનવિભાગની ટીમે એક મહિલાની શંકાસ્પદ હિલચાલના આધારે ધરપકડ કરાતા તેની પાસેથી લુપ્ત થતી પ્રજાતિના ૨૨૦ કાચબા મળી આવ્યા હતા.

નવસારીમાં મહિલાએ ૨૨૦ જેટલા અલભ્ય પ્રકારના કાચબાને ગોંધી રાખ્યા હોવાની જીવદયા ટ્રસ્ટને મળેલી બાતમીને આધારે વન વિભાગ હરકતમાં આવ્યુ હતું. વનવિભાગના અધિકારીઓએ નવસારી બજારથી ઉધના જવાના માર્ગ પર આવેલા એકિવરિયમમાં દરોડા પાડ્યા હતા. મહિલા પાસેથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિના ૨૨૦ જેટલાં કાચબા મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા હતા.

(6:50 pm IST)