Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરતમાં સુર્યસેના દ્વારા કાઠી ક્ષત્રિય સમાજનો 'શખનાદ' કાર્યક્રમ યોજાયો

સરપંચો અને વિવિધ ગામોનાં પ્રતિનિધિઓનું સન્માન કરાયું

રાજકોટ તા.૧૬ : સુરતમાં ગુજરાત સૂર્યસેના પ્રદેશ આયોજિત 'શખનાદ' કાર્યક્રમ સૂર્યમંદિરનાં સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં સરપંચો અને વિવિધ પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત સૌરાષ્ટ્ર ભર માંથી કાઠી ક્ષત્રિય સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજનાં અગ્રણી યુવાનો સહીત રાજકીય અગ્રણી અધિકારીઓ પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ રાત્રીનાં લોકડાયરો યોજાયો હતો.

આ સન્માન સમારોહમાં કાઠી ક્ષત્રિય સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને શિક્ષણ નો વ્યાપ કેવી રીતે વધે તે દિશામાં વધુ સર્ચા કરવામાં આવી હતી અને કાઠી ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને ઇતિહાસની પણ કેટલીક વાતો કરવા કરવામાં આવી હતી અને ગુજરાત ની ૨૬ સૂર્યસેના ની ટીમ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણય કાઠી સમાજનાં લેવાયા હતાં.

સુરત સૂર્યસેનાનાં શખનાદ કાર્યક્રમ એતિહાસિક સફળતા મળતા અગ્રણી ઓ દ્વારા અભિનંદન આપ્યા હતા અને રાત્રીનાં લોકડાયરામાં નામાંકિત કલાકારો ડો.રણજીતભાઇ વાંક, લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ખુબ નાની ઉમરમાં નામના મેળવનાર લોકસાહિત્યકાર ઉદયભાઈ ધાધલ, કલાકાર પરેશદાનગઢવી, જીતુદાન ગઢવી, પીઠદન ગઢવી સહીત કલાકોરો એ લોક સાહિત્યકાર અને ભજનની રમઝટ બોલાવી હતી.

(4:15 pm IST)