Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

એસજીવીપી ગુરૂકુલ હોસ્પિટલની મુલાકાતે કેશુભાઇ પટેલ

અમદાવાદઃ સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે નવનિર્મિત શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાતે ગુજરાત રાજયના પૂર્વ મૂખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ પધારતા સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. ઋષિકુમારોએપૂર્ણકુંભ અર્પણ કરી વૈદિક મંત્રગાન દ્વારા તેમના નિરામય આયુષ્યની પ્રાર્થના કરી હતી. કેશુભાઇ પટેલે હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની આધુનિકતા અને દિવ્યતા નિહાળી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. આ પ્રસંગેસંતોએ પણ કેશભાુઇનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે શુભ કામના પાઠવી હતી.

(9:53 am IST)