Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

યાત્રધામ ડાકોરમાં પ્રથમ વખત મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક અન્નકૂટ :ભાવિકોએ ચાર વાગ્યા પછી ડાકોરના ઠાકોરના દર્શન કર્યા

અન્નકૂટને આસપાસના ગ્રામજનો દ્વારા લૂંટવામાં આવે છે: વર્ષોની પરંપરા તૂટી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરમાં પ્રથમ વખત બંધ બારણે અન્નકૂટ યોજાશે. સાંજે ચાર કલાક બાદ જ ભાવિકો મંદિરમાં ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે. જેને કારણે ભવિકોમાં નિરાશા જોવા મળી રહી છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે અન્નકૂટને આસપાસના ગ્રામજનો દ્વારા લૂંટવામાં આવે છે. જે પરંપરા વર્ષોથી ચાલી આવી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર ડાકોર મંદિર ખાતે આ પરંપરા છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે આ પ્રથા બંધ કરવામાં રાખવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધબારણે પ્રતિકાત્મક રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે. બંધબારણે અન્નકૂટના નિર્ણયને પગલે વિવાદ પણ થવા પામ્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ આસપાસના ગ્રામજનો દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે અને મંદિર દ્વારા બંધ બારણે અન્નકૂટ યોજવાનો નિર્ણય કાયમ રાખવામાં આવતા બંધ બારણે અન્નકૂટ યોજાશે

(9:25 pm IST)